0281-2387366        prlrajkotiti1@yahaoo.co.in

Events

Change Background Color

Event 2020

Change Background Color

એપ્રેન્ટિસ અવેરનેસ પ્રોગ્રામ (તા.૩૦-૦૧-૨૦૨૦)

રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ સ્કીમ વિષે સમજ આપવા ના ઉદ્દેશ્ય થી એપ્રેન્ટિસ અવેરનેસ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રેન્ટિસ અવેરનેસ પ્રોગ્રામમાં એપ્રેન્ટિસ એડવાઈઝર શ્રી એમ. ડી. મુન્જાણી સાહેબ દ્વારા એપ્રેન્ટિસ યોજના ના લોભો વિષે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામ માં તમામ એપ્રેન્ટીસ એડવાઈઝર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્ય શ્રી નિપુણ રાવલ સાહેબ પણ આ પ્રોગ્રામ માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રમાં માં આશરે ૧૦૦ લીમાંર્થીઓએ ભાગ લીધો હતો.

Change Background Color

ગ્રૂમિંગ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ નો સેમીનાર (તા.૨૮-૦૧-૨૦૨૦ )

રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓ ના વિકાસમાં માં મદદરૂપ થઈ શકાય તેવા હેતુથી રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે ગ્રૂમિંગ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ નો એક સેમીનાર રાખવા માં આવ્યો હતો. આ સેમીનાર દિવ્યભાસ્કર તથા જીલેટ બ્લેડ ના સહયોગ થી રાખવામાં આવ્યો હતો. સેમીનાર માં દિવ્યભાસ્કર ના એચ. આર. મેનેજર શ્રી રાઠોડ સાહેબ દ્વારા તાલીમાર્થીઓને ગ્રૂમિંગ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઈન્ટરવ્યું માં કેવી રીતે શ્રેષ્ઠ દેખાવ કરી શકાય તેમજ ઈન્ટરવ્યું લેનાર ના પ્રશ્નો ના જવાબો કેવી રીતે ચોક્કસાઈ પૂર્વક આપી શકાય તે વિષય પર ખુબજ ઉમદા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સંસ્થા ના આચાર્ય શ્રી નિપુણ રાવલ ના નેતૃત્વ હેઠળ આ સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં સુ. ઈ. શ્રી એ. બી. ગોરવાડીયા, સુ. ઈ. શ્રી એ. એસ. ત્રિવેદી, સુ. ઈ. શ્રી વી. પી. આડઠકકર, સુ. ઈ. શ્રી એન. એચ. ધોકિયા, સુ. ઈ. શ્રી એન. સી. પટેલ,  તથા ફો. ઈ. શ્રી પી. વી. પંડ્યા અને ફો. ઈ. શ્રી એ. કે. નકુમ  ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનાર માં આશરે ૧૧૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

Change Background Color

૭૧માં પ્રજાસતાક દિન ની ઉજવણી (તા.૨૬-૦૧-૨૦૨૦)

આઈ. ટી. આઈ. રાજકોટ ખાતે ૭૧માં પ્રજાસતાક દિન ની ઉજવણી દેશભક્તિ ના રંગો તથા ઉમંગ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી માં સંસ્થા ના આચાર્યશ્રી (વર્ગ ૧) નિપુણ રાવલ, આચાર્યશ્રી (વર્ગ ૨) એચ. જે. દવે, તમામ સ્ટાફ મિત્રો, નિવ્રુત કર્મચારીમિત્રો તથા મહિલા આઈ. ટી. આઈ. ના સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા. સંસ્થાની પરમ્પરા મુજ્બ આ વર્ષમાં નિવૃત થનાર કર્મચારીઓ ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ  ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌએ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી રાષ્ટ્ર ગીત નુ ગાન કર્યું હતું.

Change Background Color

વ્રુક્ષોનુ જતન (તા.૧૩-૦૧-૨૦૨૦)

પ્રકૃતિ એ તેના અનમોલ વરદાન રૂપે આપણને વ્રુક્ષો ભેટમાં આપ્યા છે. આ વ્રુક્ષો કળિયુગ ની સંજીવની જડીબુટ્ટી સમાન છે. આ વ્રુક્ષો નુ જતન કરવું એ માનવતાની ફરજ છે. આ ફરજના ભાગ રૂપે રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે કેમ્પસ તથા કેમ્પસ ની આજુબાજુ માં રહેલા વ્રુક્ષો નુ જતન કરવાના હેતુ થી તથા વ્રુક્ષો માં જીવાત ન થાય અને તે લાંબા સમય સુધી મજબુત રહે તે હેતુથી તમામ વ્રુક્ષો ગેરુ, ગળી અને ચૂનો લગાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.. સંસ્થા ના આચાર્ય શ્રી નિપુણ રાવલ ના નેતૃત્વ હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમ સંસ્થાના નિવૃત સુ. ઈ. શ્રી જે. કે. શુક્લ સાહેબ તથા વર્તમાન સુ. ઈ. શ્રી એન. સી. પટેલ તથા તેમના તાલીમાંર્થો દ્વારા અભિયાન પૂરું કરવામાં આવ્યું હતું.

Change Background Color

ITI Building

દુર્ગાશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત સેમીનાર (તારીખ : ૦૬-૦૧-૨૦૨૦)

રાજકોટ શહેર પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા શક્તિ એપ તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ ફોન એપ દ્વારા, કોઈ પણ મહિલા મુશ્કેલી ના સમય માં તાત્કાલિક પોલીસ ને જાણ કરી સકે છે અને પોલીસ સત્વરે તે મહિલા નુ લોકેશન શોધીને સત્વરે તેની મદદ માટે પહોંચી જાય છે. આ એપ વિષે માર્ગદર્શન આપવા તેમજ વર્તમાન યુગ માં મહિલા સશકતીકરણ વિષે મહિલાઓમાં જાગૃતી લાવવાના હેતુ થી રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે દુર્ગશ્ક્તી સેમીનાર નુ આઓજ્ન કરવામાં આવ્યું હતું. સંસ્થા ના આચાર્ય શ્રી નિપુણ રાવલ ના નેતૃત્વ હેઠળ આ સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર માટે થોરાળા પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ શ્રી જયદીપસિંહ જાડેજા તથા મહિલા કોન્સ્ટેબલ એકતાબેન, સોનલબેન, મુક્તાબેન સોન્દરવા વગેરે દ્વારા રાજકોટ આઈ. ટી. આઈ. માં તાલીમ મેળવી રહેલી કોપા ટ્રેડ ની વિદ્યાર્થીનીઓને સ્ત્રી સશકતીકરણ વિષે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ મુસીબત ના સમયમાં પોતાની રક્ષા કેવી રીતે કરવી તે શીખવવામાં આવ્યું હતું. આ સેમીનાર માં કોપા ટ્રેડ ના સુ. ઈ. શ્રી બીનીશાબેન ત્રિવેદી, તથા ફો. ઈ. શ્રી વિદિશાબેન સોલંકી અને ભાવનાબેન કરકર ઉપસ્થિત રહ્યા હતા.

Address

Near Ajidam, Bhavnagar Road, Rajkot-360003

Last Update on : 14/08/2020

Quick Contact

Tel : 0281-2387366
Mob : 0281-2387366
Email : prlrajkotiti1@yahaoo.co.in

Visitor Counter

      
Html Valid   Html Valid
Copyright © Govt ITI Rajkot . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.